×

યોજનાઓની વિગત દર્શાવતું પત્રક

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હસ્તક નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા અમલીત અનુસૂચિત જાતિના લોકો માટેની યોજનાઓની વિગત દર્શાવતું પત્રક

ક્રમ

યોજનાની વિગત

સહાયની વિગત

કોને મળવા પાત્ર છે?

જરૂરી દસ્તાવેજો

અનુ.જાતિના (ધોરણ ૧ થી ૧૦) એસ.એસ.સી. સુધીના અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

ધો. ૧ થી ૮ના કુમાર રૂ.૫૦૦/- (વાર્ષિક)

ધો.૬ થી ૮ની કન્યા ૭૫૦/- (વાર્ષિક) આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.

અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને

શાળા/સંસ્થા મારફત ઓનલાઇન દરખાસ્ત મોકલવાની રહે છે.

અનુ.જાતિના (ધોરણ ૧ થી ૮)  સુધીના અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને ગણવેશ સહાય

પ્રાથમિક શાળામાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા અનુ.જાતિના કુટુંબોના બાળકોને ત્રણ જોડી ગણવેશ પેટે રૂ. ૬૦૦/- રોકડ સહાય ચુકવવામાં આવે છે. આવક મર્યાદા નથી

પ્રાથમિક શાળામાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના કુટુંબોના બાળકોને આવક મર્યાદા નથી

શાળા/સંસ્થા મારફત ઓનલાઇન દરખાસ્ત મોકલવાની રહે છે.

અનુ.જાતિ પૈકી અતિપછાત જાતિના એસ.એસ.સી. સુધીના અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. ધો. ૧ થી ૮ રૂ. ૭૫૦/- (વાર્ષિક) અને ધો. ૯ થી ૧૦ રૂ. ૧૦૦૦/- (વાર્ષિક)

અનુસૂચિત જાતિમાં સમાવેશ થયેલ અતિપછાત જાતિના ધોરણ ૧ થી ૧૦ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ

શાળા/સંસ્થા મારફત ઓનલાઇન દરખાસ્ત મોકલવાની રહે છે.

અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ વ્યક્તિઓના બાળકોને પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ

ધોરણ ૧ થી ૧૦ ના વિધાર્થીઓને ડેસ્કોલર હોય તો વાર્ષિક રૂા. ૩૦૦૦/- અને હોસ્ટેલરને રૂા.૮૦૦૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૧૦ ના બાળકના વાલી અસ્વચ્છવ્યવસાયમાં રોકાયેલ હોય તેને મળવાપાત્ર છે. કોઈ આવક મર્યાદા નથી,

અસ્વચ્છ વ્યવસાય અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, અરજી ફોર્મ, આધારકાર્ડ, બેંક એકાઉન્ટ, વિગેરે આધારો સાથે શાળા/સંસ્થા દ્વારા ઓનલાઇન દરખાસત કરવાની રહે છે.

ધોરણ-૯ અને ૧૦ માં અભ્યાસ કરતા અનુ.જાતિના વિધાર્થીઓને ભારત સરકારશ્રીની શિષ્યવૃતિ

ધોરણ ૯ થી ૧૦ ના વિધાર્થીઓને ડેસ્કોલર હોય તો વાર્ષિક રૂા. ૩૦૦૦/- અને હોસ્ટેલરને રૂા.૬૨૫૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

અનુસૂચિત જાતિના ધોરણ ૯ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને

નિયત અરજી ફોર્મમાં અરજી કરવાની રહે જેમાં આધારકાર્ડ, બેંક એકાઉન્ટ, વિગેરે આધારો સાથે શાળા/સંસ્થા દ્વારા ઓનલાઇન દરખાસત કરવાની રહે છે.

સરસ્વતી સાધના યોજના

ધો.૯માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ આપવામાં આવે છે.

અનુસૂચિત જાતિની ધોરણ ૯ માં અભ્યાસ કરતી કન્યાઓને. આવક મર્યાદા શહેરી વિસ્તારમાં રૂ.૧૫૦૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦/- છે.

શાળા/સંસ્થા મારફત ઓનલાઇનદરખાસ્ત મોકલવી, જેમા આગલા ધોરણની માર્કશીટ, આવક/ જાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા

ડો.આંબેડકર આવાસ યોજના

અનુ.જાતિના ઇસમોને મકાન બાંધકામ માટે રૂ.૧૨૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

અનુ.જાતિના ઇસમો કે જેઓ પોતાના નામે કાચુ ઘર અથવા ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય અને આવક મર્યાદામાં ગ્રામ્ય વિસ્તાર રૂ.૧૨૦૦૦૦/- અને શહેર વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/-હોવી જોઇએ.

અરજી ફોર્મ સાથે જમીનનો આધાર, ઘરવેરા પહોંચ, રજાચીઠ્ઠી, ચતુર્દિશા નકશો, અન્ય જગ્યાએથી મકાન સહાય લીધેલ નથી તેવું પ્રમાણપત્ર, આવક/ જાતિ પ્રમાણપત્ર, લાભાર્થીનો જર્જરીત ધરસાથેનો ફોટોગ્રાફ, સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા સાથે ઓનલાઇન દરખાસ્ત કરવાની રહે છે.

કુંવરબાઇ મામેરૂં

અનુ. જાતિની એક કુંટુંબ દીઠ બે કન્યાના લગ્ન પ્રસંગે મામેરા સહાય રૂ.૧૦૦૦૦/- આપવામાં આવે છે.

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્યવિસ્તાર માટે વાર્ષિક રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૧૫૦૦૦૦/- છે. લગ્ન થયા તારીખથી ૨(બે) વર્ષમાં અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ સાથે જાતિ/આવક પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, રેશનકાર્ડ, બંનેના ઉંમર અંગેના આધારપૂરવા, સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા સાથે ઓનલાઇન દરખાસ્ત કરવાની રહે છે.

સત્યવાદી રાજા હરિશચંદ્ર અંત્યેષ્ઠિ સહાય

અનુ.જાતિના ઇસમના મૃત્યુ પ્રસંગે વારસદારને અંત્યેષ્ઠિ સહાય પેટે રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે.

આવક મર્યાદા ગ્રામ્યવિસ્તાર માટે વાર્ષિક રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તારમાટે આવક મર્યાદા રૂ. ૧૫૦૦૦૦/- છે. મૃત્યુ થયાના છ માસમાં અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ સાથે મરણ અંગેનું પ્રમાણપત્ર,  જાતિ/આવક પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, રેશનકાર્ડ, સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા સાથે ઓનલાઇન દરખાસ્ત કરવાની રહે છે.

10

અનુસુચિત જાતિના લોકોને જાતિના પ્રમાણપત્ર

અનુસુચિત જાતિના લોકોને જાતિના પ્રમાણપત્ર

અનુસુચિત જાતિના વ્યક્તિઓને

અરજદારનું  તથા તેના પિતા/વાલીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,રેશનકાર્ડ,આધારકાર્ડ,ફોટોગ્રાફ,ચુંટણી કાર્ડ તથા સક્ષમ અધિકારી તરફથી જરૂર પડ્યે માંગવામાં આવેલ આધારપૂરાવા

સક્સેસ સ્ટોરી

ક્રમ નં.

વિગત

નોંધ

૧.

યોજનાનું નામ :

ડો.આંબેડકર આવાસ યોજના

૨.

સેક્ટર:

અનુ. જાતિ કલ્યાણ

૩.

યોજનાની ટુંકમાં માહિતિ:

આ યોજના અંતર્ગત અનુજાતિના ઇસમોને મકાન બાંધવા માટે રૂ.૧૨૦૦૦૦/- મકાન સહાય આપવામાં આવે છે.

૪.

યોજનાના લાભાર્થીઓ:

અનુજાતિના ઇસમો કે જે કાચું મકાન અથવા ખુલ્લો પ્લોટ ધરાવતા હોય.આ યોજના માટે આવકમર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦ છે.

૫.

યોજનાના ઉદ્દેશો:

અનુજાતિના ગરીબ લોકોરહેવા માટે પાકું મકાન ધરાવી શકે તે માટે મકાન સહાય આપવી.

૯.

યોજનાની અસરો:

અનુજાતિના ગરીબ લોકો કે જે રહેવા માટે કાચું મકાન ધરાવતા હોય તેઓ આ યોજનાના માધ્યમથી પોતાનું પાકુ મકાન બનાવી શકે તથા સ્વમાનભેર જીવન જીવી શકે.

૧૧.

ગામનું  નામ:-

સાપકડા

૧૨.

યોજનાનો લાભ લેનાર વ્યક્તિઓના નામ:

ચૌહાણ હમિરભાઈ કાનાભાઈ મુ. સાપકડા તા.હળવદ જિ.મોરબી

૧૩.

યોજના મંજુર થયાનું વર્ષ:

૨૦૧૯-૨૦

૧૪.

યોજનામાં મંજુર થયેલ રકમ:

રૂ.૧૨૦૦૦૦/-

૧૫.

સક્સેસ સ્ટૉરીની વિગત:

અરજદારશ્રી ચૌહાણ હમિરભાઈ કાનાભાઈ પોતાનું ગાર માટીનું મકાન ધરાવતા હતા જે જર્જરીત અવસ્થામાં હતુ અરજદારશ્રીને આ યોજના દ્વારા પોતાનું મકાન પાડીને નવું પાકુ મકાન બનાવવા માટે રૂ.૧૨૦૦૦૦/- ત્રણ  હપ્તામાં સહાય આપવામાં આવી જેનાથી હવે તેઓ પોતાનું પાકું મકાન ધરાવે છેજેમાં શૌચાલયની સુવિધા છે.અરજદારશ્રીની યોજના પહેલા તથા યોજના પછીની સ્થિતિના ફોટોગ્રાફ આ સાથે સામેલ છે.

૧૬.

ફોટૉગ્રાફ:

  સામેલ છે.