×

પ્રસ્‍તાવના

ભારતના લોકકલ્યાણના હેતુલક્ષી બંધારણે તેના રાજનિતિનાં માર્ગદર્શક સિધ્ધાંતો અને જોગવાઇઓમાં નાત જાત અને ધર્મના ભેદભાવ વગર સૌને સમાન તક આપવાની અને રાષ્ટ્રના નબળા વર્ગોના વિકાસ માટે ખાસ માવજતની ગોઠવણી કરી છે. ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર રાજયના છેવાડાના માનવીના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે સમતોલ અને સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજયમાં વસતા અનુસુચિત જાતિના લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં કરવામાં આવેછે.