×

ઇતિહાસ

મોરબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનો મહત્વના મહત્વાના મોરબી તાલુકામાં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી, જિલ્લાનાં મુખ્ય મથક મોરબી ઉપરાંત જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે. એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.

મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે.

  • મોરબી
  • ટંકારા
  • વાંકાનેર
  • હળવદ
  • માળિયા (મિયાણા)

ચાર તાલુકા રાજકોટ જિલ્લામાંથી અને એક તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકા વાળો આ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે.